ફટાફટ તૈયાર થતું આ જ્યૂસ ઉનાળામાં માત્ર ઠંડક જ નહીં આપશે પણ તમારી ઈમ્યૂનિટી પણ વધારશે

જો તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ હશે તો તે તમને બિમારી સામે લડવા માટે મદદ કરશે. ઘણાં લોકોને સતત શરદી કે ઉધરસ રહેતી હોય છે. આવા લોકોની ઈમ્યૂનિટી નબળી હોય છે. આજે આમે તમને એક જ્યૂસની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઉનાળામાં ઠંડક તો આપશે જ સાથે જ તમારી ઈમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ પણ બનાવશે.

અમે તમને જે જ્યૂસની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ તે ટામેટામાંથી બને છે. ટામેટામાં વિટામિન C સારી માત્રામાં મળી રહે છે. તે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. આમ તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. અને વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ તે વાત સાબિત થઈ છે કે, ટામેટાનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનશે ટામેટાનું સ્વાસ્થ્ય વર્ધક જ્યૂસ.

સામગ્રી:

પાણી – 1 કપ

મીઠું – સ્વાદ અનુસાર (ચપટી)

ટામેટા – 2

ટામેટાનું જ્યૂસ બનાવવાની રેસિપી:

  • સૌથી પહેલા ટામેટાને સારી રીતે ધોઈ લો.
  • ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લો અને મિક્સરમાં લઈ લો.
  • હવે તેમાં પાણી ઉમેરો અને મિક્સરમાં તેનું જ્યૂસ કાઢી લો.
  • હવે આ જ્યૂસમાં સ્વાદાનુસાર મીઠું નાખો.
  • લ્યો, તૈયાર છે તમારું ટામેટાનું જ્યૂસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *