વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર થયું રીલિઝ થયું

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની બહુ રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર બુધવારે રીલિઝ થયું છે. 2 મિનિટ 26 સેકંડનું આ ટ્રેલર એમેઝોન પ્રાઈમ વીડિયોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિદ્યા બાલન એક મજબૂત વન અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં વિદ્યા એક મજબૂત મહિલાની ભૂમિકામાં બતાવવામાં આવી છે.

કેવું છે ફિલ્મનું ટ્રેલર?

ફિલ્મના ટ્રેલર પરથી સ્ટોરી વિશે મહદ અંશે અંદાજ લગાવી શકાય છે. ફિલ્મની સ્ટોરી એક ટાઈગર રિઝર્વ વિષે છે જ્યાં એક વાઘ આદમખોર થઈ ગયો છે. તે વિસ્તાર અને આસપાસના ગામોના લોકો પરેશાન છે અને આવી સ્થિતિમાં મામલો સંભાળવા માટે અહીં એક મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. વિદ્યા તેના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તે પૂરા દિલથી તે મામલાને સંભાળવા લાગી જાય છે.

વિદ્યા બાલન આ આખી પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને આદમખોર વાઘનું શું થશે તે જ છે આ ફિલ્મની વાર્તા. જ્યાં સુધી આ ફિલ્મ રીલિઝની વાત છે, તો તે 18 જૂને વીડિયો સ્ટ્રીમિંગ પોર્ટલ એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થશે.

ફિલ્મઃ શેરની

ડિરેક્ટરઃ અમિત મસુરકર

પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, વિક્રમ મલ્હોત્રા, અમિત મસુરકર

કાસ્ટઃ વિદ્યા બાલન, વિજય રાઝ, નીરજ કાબી

રીલિઝ ડેટઃ 18 જૂન, 2021

રીલિઝ પ્લેટફોર્મઃ Amazon Prime Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *