VIDEO: છોકરાની અનોખી હેરકટ કરતો નજર આવ્યો ‘ધ ગ્રેટ ખલી’

WWEમાં જ્યારે પણ ભારતીય રેસલરોની વાત થાય છે ત્યારે તેમાં ભારતીય WWE દિગ્ગજ ધ ગ્રેટ ખલીનું નામ જરૂરથી લેવામાં આવે છે. ધ ગ્રેટ ખલીનું સાચું નામ દિલીપ સિંહ રાણા છે. ચેમ્પિયન ધ ગ્રેટ ખલીની ભારત અને દુનિયાભરમાં ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે.

ધ ગેટ ખલી ઈન્સ્ટાગ્રામ પર હંમેશાં કઇંક પોસ્ટ કરતો રહે છે. સાથે જ તે પોતાની દિનચર્યા પણ લોકો સાથે શેર કરતો રહે છે. હાલમાં તે પોતાના એક ઈન્સ્ટાગ્રામ વીડિયોના કારણે ચર્ચામાં આવી ગયો છે.

ધ ગ્રેટ ખલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં જોતજોતામાં અનેક કમેન્ટ આવવા લાગી. આ વીડિયોમાં ખલી એક છોકરાની અનોખી હેરકટ કરી રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. કેટલીક કમેન્ટ એવી છે જે વાંચીને તમને ચોક્કસ હસવું આવશે.

 

View this post on Instagram

 

A post shared by The Great Khali (@thegreatkhali)

એક યુઝરે લખ્યું કે સર.. આ છોકરાને પકડીને બ્રશ બનાવીને બાથરૂમ સાફ કરી દો. બીજા એક યુઝરે લખ્યું કે સર, ફૂંક મારીને આને ટકલો કરી દો. આવા જ અનેક કમેન્ટ કરી કરીને લોકો મજા લઈ રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં રહેતો ખલી પોતાના વિશાળ કદકાઠીના કારણે લોકોની જિજ્ઞાસાનું કારણ બને છે. WWE રિંગથી દૂર રહેવા છતાં પણ તેની ફેન ફોલોઈંગ ઓછી થઈ નથી. આજે પણ તે લોકોના હૃદયમાં વાસ કરે છે. તે હંમેશાં પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર કંઈક શેર કરતો રહે છે અને લોકો પણ તેના વીડિયો અને ફોટોઝને ખૂબ લાઈક અને કમેન્ટ કરે છે.

જણાવી દઈએ કે હાલમાં ધ ગ્રેટ ખલીને WWE હોલ ઓફ ફેમમાં શામેલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેણે અન્ડરટેકર, બીગ શો, જોન સીના અન શોન માઈકલ્સ જેવા અનેક આંતરરાષ્ટ્રીય WWE સ્ટારને રિંગમાં પછાડ્યા છે અને તેમની સાથે શાનદાર મેચ લડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *