યોગગુરુ રામદેવ દ્વારા એલોપેથી વાળું નિવેદન પરત લીધા પછી ફરી એકવાર મોર્ડન સાયન્સ પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. બાબા રામદેવે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને ફાર્મા કંપનીઓને ખુલીની પત્ર લખી 25 સવાલ પૂછ્યા છે. બાબા રામદેવ દ્વારા પૂછવામાં આવેલો 25મો સવાલ ખૂબ કટાક્ષ ભર્યો છે. બાબા રામદેવે પૂછ્યું છે કે જો એલોપેથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન છે તો પછી એલોપેથીના ડોક્ટરણો બિમાર ન થવા જોઈએ.
मैं इंडियन मेडिकल एसोसिएशन व फार्मा कंपनियों से विनम्रता के साथ सीधे 25 सवाल पूछता हूँ- pic.twitter.com/ATVKlDc9tl
— स्वामी रामदेव (@yogrishiramdev) May 24, 2021
બાબા રામદેવે પરત લેવું પડ્યું હતું નિવેદન
તમને જણાવી દઈએ કે બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા લખવામાં આવેલા પાત્ર પછી એલોપેથી પર આપેલ કથિત નિવેદન પર દિલગીરી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું કે આ નિવેદન વ્હોટ્સએપ પર આવ્યું હતું જેને તેમને વાંચીને સંભળાવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સહિત વિવિધ સંસ્થાઓએ બાબા રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી ત્યાર બાદ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ પત્ર લખીને બાબા રામદેવના કથિત નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.