બાળકોને પૂછવામાં આવે કે તમારે શું ખાવું છે તો સૌથી પહેલા કદાચ તેમના મોઢા પર પિઝ્ઝાનું જ નામ આવશે. બાળકોના મોં પર કંઈક જુદા જ પ્રકારની સ્માઈલ પિઝ્ઝાનું નામ સંભાળીને આવી જતી હોય છે. જોકે બજારમાં મળતા પિઝ્ઝાનો રોટલો મેંદામાંથી તૈયાર કરેલો હોય છે તેથી તે પચવામાં ભારે પડે છે. તો ચાલો જાણીએ આજે એવા પિઝ્ઝાની રેસિપી, જે બાળકોને ખૂબ ભાવશે અને પચવામાં પણ ભારે નહીં પડે. આજે આપણે ભાખરી પિઝ્ઝાની રેસિપી જાણીશું.
ભાખરી પિઝ્ઝા બનાવવાની સામગ્રી:
- ઘઉંનો લોટ – 1 ચમચા
- ટોમેટો કેચઅપ – 1 કપ
- ચીઝ – 2 ક્યૂબ
- ટામેટું – 1
- લીલી ચટણી – 1 કપ
- કેપ્સીકમ – 1
- લાલ મરચું – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
ભાખરી પિઝ્ઝા બનાવવાની રીત:
- સૌથી પહેલા ભાખરી પિઝ્ઝા બનાવવા માટે ઘઉંના લોટમાં મીઠું અને મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો.
- ત્યાર બાદ તેના લુઆ પાડો.
- આ લુઆમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો.
- આ રોટલાને ઓવન અથવા નોનસ્ટીક પર વાસણ ઢાંકીને ભાખરી જેવો કડક શેકી શકો છો.
- રોટલો શેકાઈ જાય ત્યાર બાદ રોટલા પર લીલી ચટણી અને ટોમેટો કેચઅપ લગાવો.
- તેની ઉપર ડુંગળી, ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો.
- ત્યાર પછી તેની ઉપર ચીઝ છીણો.
- ચીઝ મેલ્ટ નહીં ત્યાર સુધી આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મૂકો અને ગરમ થવા દો.
- લ્યો તૈયાર છે બાળકોનો મનપસંદ ટેસ્ટફૂલ ભાખરી પિઝ્ઝા.
- આ ગરમ ગરમ ભાખરી પીઝા તમારા બાળકને સર્વ કરો.
- જો તમારા ઘરે વધેલી ભાખરી પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.