યુટ્યુબ પર 55-સેકંડના વીડિયોએ એવી ધૂમ મચાવી છે જેના કારણે આખા કુટુંબનું નસીબ બદલાઈ ગયું. બે નિર્દોષ બાળકોનો વીડિયો એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પાંચ કરોડની અંતિમ બિડ સાથે આ વીડિયોની એનએફટી (non-fungible token) તરીકે હરાજી કરવામાં આવી હતી.
વેબસાઈટ મેલ ઓનલાઈન અનુસાર USમાં રહેતા આઈટી કંપનીના મેનેજર હાવર્ડ ડેવિસ-કેર દ્વારા મે 2007 માં 55 સેકન્ડનો આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં દેખાતા બંને બાળકો, હેરી અને ચાર્લી તે સમયે અનુક્રમે ત્રણ અને એક વર્ષના હતા. આ વીડિયોમાં, હેરી અને ચાર્લી એક સાથે ખુરશી પર બેઠા હતા. તે સમયે ચાર્લીએ હેરીની આંગળીમાં બચકું ભરી લીધું.
હોવર્ડે કહ્યું કે જ્યારે તેણે આ વીડિયોને યુટ્યુબ પર અપલોડ કાર્યો, ત્યારે તેનું માનવું હતું કે આ થોડો રમુજી વીડિયો છે તેનાથી વધુ કંઈ નહીં. વીડિયોનું નામ ‘ચાર્લી બાઈટ મય ફિંગર’ હતું. થોડા મહિના પછી, જ્યારે તે વીડિયો હટાવવા ગયો, ત્યારે તેણે જોયું કે આ વીડિયો હજારો વખત જોવાયો છે.
હોવર્ડે કહ્યું કે આ સંખ્યા તેની નજર સમક્ષ વધી રહી હતી. હોવર્ડે કહ્યું કે ‘મને પણ આશ્ચર્ય થયું કે લોકો આ વીડિયોને આટલું શા માટે જોઈ રહ્યાં છે, પરંતુ આ સવાલનો કોઈ જવાબ હતો નહીં.’ આ વીડિયોએ ઇન્ટરનેટની દુનિયામાં આ બંને ભાઈઓને હીરો બનાવી દીધા અને પરિવારને પણ ભારે આવક મળવા લાગી હતી.
આ વીડિયોને ઘણી જાહેરાતો મળી, જેનાથી પાછલા વર્ષોમાં લાખોની કમાણી પણ થઇ હતી. આ પછી, આ વીડિયોને ફરી એકવાર ‘NFT’ તરીકે હરાજી કરવામાં આવ્યો, જેમાં તેની બોલી પાંચ કરોડની લાગી છે. યુટ્યુબ પર પોસ્ટ કરેલો આ વીડિયો લગભગ 883 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જે તેને સૌથી વધુ જોવાયેલા વીડિયોમાંથી એક બનાવે છે.
2007 માં અપલોડ થયેલા આ વીડિયોમાં દેખાતા બાળકો હવે મોટા થયા છે. હેરી 6 ફૂટ લાંબો થઈ ગયો છે, જે A-લેવલનો વિદ્યાર્થી છે. 15 વર્ષીય ચાર્લી પણ અભ્યાસ કરે છે. આ વીડિયોની માહિતી શેર કરતી વખતે હોવર્ડે કહ્યું કે આ બાળકોના દાદા-દાદીને મોકલવા માટે આ વીડિયો બનાવ્યો હતો.
હોવાર્ડે જણાવ્યું કે ઈમેલ પર મોકલવા માટે આ વીડિયોની સાઈઝ ખૂબ મોટી હતી તેના કારણે આ વીડિયોને એક પ્રાઈવેટ યુટ્યુબ અકાઉન્ટ પર અપલોડ કાર્યો. આ વીડિયોને વધુ સારી રીતે એક્સેસ કરવા માટે તેણે તેને સાર્વજનિક કરી દીધો હતો.