એન્ટીગુઆ અને બાર્બુડાથી ગાયબ થનાર ભાગેડુ હીરાના ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને ડોમિનિકામાંથી પકડી લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ 26મે એ જણાવ્યું કે ચોકસી હાલમાં ડોમિનિકાની તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે. 25મે એ એન્ટીગુઆ અને બાર્બુડાની રોયલ પોલીસ ફોર્સે જણાવ્યું હતું કે ચોકસી ગાયબ થઈ ગયો છે. મેહુલ ચોકસી 13,000 કરોડના PNB કૌભાંડમાં વોન્ટેડ છે.
ચોકસીના વકીલ વિજય અગ્રવાલએ કહ્યું કે મેહુલનો પરિવાર તેની જાણકારી મેળવીને ખુશ છે. ANIએ અગ્રવાલને ટાંકીને જણાવ્યું કે ‘મેહુલ સાથે વાત કરવાની કોશિશ કરાઈ રહી છે જેથી જાણકારી મળી શકે કે તેને કોણ ડોમિનિકા લઈ ગયું.’
કેવી રીતે પકડાયો મેહુલ ચોકસી?
62 વર્ષીય મેહુલ ચોકસી વર્ષ 2018થી એન્ટીગુઆ એન્ડ બર્બુડામાં રહે છે. 25 મે એ તેના ગાયબ થયા બાદ ત્યાંના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનએ કહ્યું કે તેમની પાસે આ સમાચાર પર વિશ્વસનીય માહિતી નથી.
ચોકસીના ગાયબ થયા પછી એન્ટિગુઆ એન્ડ બાર્બુડાએ ઇન્ટરપોલ યલો નોટિસ જાહેર કરી હતી. ગુમ થયેલ વ્યક્તિ માટે તે વૈશ્વિક પોલીસ ચેતવણી છે.
નોટિસના કારણે ડોમિનિકાની પોલીસને ચોકસીની જાનકી મળી ગઈ હતી. તે ક્યૂબા ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને ત્યારે તેને પકડી લેવામાં આવ્યો. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ચોકસીને એન્ટીગુઆ એન્ડ બાર્બુડાની રોયલ પોલીસને સોંપવાની કોશિશ થઈ રહી છે.
શું ચોકસીને ભારત મોકલવામાં આવશે?
મેહુલ ચોકસીના પકડાવા પછી એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનએ કહ્યું કે અમે ડોમિનિકાની સરકાર સાથે ચોકસીને ભારતને પ્રત્યાર્પિત કરવા માટે અપીલ કરી છે. આ મામલે ભારતનું કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
બ્રાઉન સાફ કહી ચૂક્યા છે કે એન્ટીગુઆ ચોકસીને પરત નહીં લેશે. તેમણે કહ્યું, ‘મેહુલ ચોકસીએ અહીંથી ભાગીને ખૂબ મોટી ભૂલ કરી છે.’
એન્ટીગુઆની સરકાર ઘણીવાર કહી ચૂકી છે કે તે ચોકસીને ભારત મોકલવા માટે તૈયાર છે અને તેના માટે પ્રકિયા ચાલી રહી છે. ચોકસીની નાગરિકતા પરત લેવા અને પ્રત્યાર્પણનો કેસ એન્ટીગુઆની એક કોર્ટમાં ચાલી રહ્યો છે. ચોકસીએ તેને પડકાર આપ્યો છે.