આજનું રાશિભવિષ્ય: 15-05-2021

મેષ

આજનો દિવસ વિશેષ રીતે આપના માટે શુભ રહેશે. કૌટુંબિક સમસ્યાઓ વિશે ગેરસમજો દૂર થશે. નોકરીની સ્થિતિ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.

વૃષભ

સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ પોતાની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહિ. દાંપત્યજીવનને લઇને થોડો તણાવ થઈ શકે છે. આજનો દિવસ ધૈર્ય અને સંયમથી પસાર કરવો.

મિથુન

મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો. જોખમી કાર્યો સરળતાથી પાર પડશે. આજે મોટા ઓર્ડર મળી શકે છે. અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થશે.

કર્ક

વ્યર્થના કાર્યમાં સમય બરબાદ કરવો નહિ. સહ કર્મચારીઓ સાથે સારો તાલમેળજાળવવો. મિત્રો પાસેથી મદદની અપેક્ષા રાખવી નહિ. તણાવ તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે તેથી યોગ અને ધ્યાનને તમારી દિનચર્યાણો એક ભાગ બનાવો.

સિંહ

ઈન્ટરનેટના માધ્યમથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. દિવસ આનંદમાં પસાર થશે. ઘર માટે કેટલીક જરૂરી ચીજો ખરીદી શકો છો. પરિવારમાં કોઈ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ શકે છે. અગાઉ કરેલી મહેનત ફળશે.

કન્યા

ધંધામાં આવી રહેલા પડકારો અને ખામીઓને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો. નવા સાહસના વિચારો પણ મનમાં ઉભા આવતા રહેશે. મહત્ત્વના કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં ખૂબ લાભકારક રહેશે.

તુલા

વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. મનમાં સંતોષની ભાવના રાખવી નહીંતર મનમાં ઉચાટ પેદા થઈ શકે છે. લોકો પાસે પ્રશંસાની અપેક્ષા ન રાખવી. વિદેશથી જોબ ઓફર આવી શકે છે.

વૃશ્ચિક

કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં વિક્ષેપ આવી શકે છે. મનમાં નકારાત્મક વિચારો જન્મી શકે છે. બાળકોની પ્રવૃત્તિઓ અને આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું. તમારા જીવનસાથી સાથે તમારા વિચારો શેર કરો.

ધન

તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભવિષ્યની કોઈ યોજના માટે બચત કરી શકશો. ઘરકામને સમયસર પૂર્ણ કરી લેવા. શત્રુઓ કે વિરોધીઓ પર આજે તમને વિજય મળશે.

મકર

પરિવારની સાથે સમય વિતાવી શકશો. કરિયરમાં પોતાને સાબિત કરવા માટે સારી તક મળશે. અધિકારી વર્ગથી તમને સારું સન્માન મળશે. પ્રેમ સંબંધમાં અડચણ આવી શકે છે.

કુંભ

પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે પરિવારની સલાહ લેવી. કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. મિત્રોની ચિંતા રહેશે. ઘરનું વાતાવરણ આનંદકારક અને પ્રોત્સાહક રહેશે. ધાર્મિક સ્થળની મુલાકાત લો.

મીન

નવા મિત્રો બનશે. પિતા તરફથી માર્ગદર્શન અને સહયોગ મળશે. વ્યાપાર-ધંધામાં ઉતાવળિયો નિર્ણય કરવો નહીં. આરામથી દિવસ પસાર કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *