વ્હોટ્સએપ હાલમાં નવી પોલિસીનું નોટિફિકેશન તેના યુઝર્સને મોકલી રહ્યું છે. આ નવી પ્રાઈવેસી પોલિસી કંપની 15મી મે થી લાગુ કરવાની હતી પરંતુ હાલમાં તે નિર્ણય કંપની દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ નવી પ્રાઈવેસી પોલિસી એક્સેપ્ટ નહીં કરો તો તમારા અકાઉન્ટનું શું થશે?
કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જો યુઝર નવી પોલિસી એક્સેપ્ટ નહીં કરે તો તેનું અકાઉન્ટ ડિલીટ નહીં થાય પરંતુ નવા રિપોર્ટ અનુસાર જે યુઝર કંપનીની નવી પ્રાઈવેસી પોલિસી એક્સેપ્ટ નહીં કરશે તેનું અકાઉન્ટ લિમિટેડ કરી દેવામાં આવશે એટેલે કે તેના અકાઉન્ટમાં અમૂક જ ફિચર્સનો લાભ મળશે. આમ જો તમે નવી પોલિસી એક્સેપ્ટ નથી કરતા તો તમારું અકાઉન્ટ ડિલીટ તો નહીં થાય પરંતુ તમે વ્હોટ્સેપના તમામ ફિચર્સનો લાભ મેળવી શકશો નહીં.
કંપની હાલમાં યુઝર્સને નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે નોટિફિકેશન મોકલી રહી છે અને તે એક્સેપ્ટ કરવાની ડેડલાઈન અગાઉ 15 મેં હતી પરંતુ હાલમાં કંપનીએ તેને પાછી ઠેલવી છે. પરંતુ ચાલો જાણીએ કે જો તમે આ નવી પ્રાઈવેસી પોલિસી એક્સેપ્ટ નથી કરતા તો તમને કયા કયા ફિચર્સનો લાભ મળતો બંધ થઈ શકે છે અથવા તમારા અકાઉન્ટ સાથે શું થાય છે.
વ્હોટ્સએપના કહ્યા અનુસાર, 15મેથી લાઈવ થયેલી નવી પ્રાઈવસી પોલિસી અપડેટ ન કરવા પર યુઝરનું અકાઉન્ટ ડિલીટ તો નહીં પણ સમય જતા યુઝરના અકાઉન્ટની કેટલીક ફંક્શનાલિટી ઓછી કરી દેવામાં આવશે. અર્થાત તમારું અકાઉન્ટ ચાલુ રહેશે પરંતુ નવી પ્રાઈવેસી પોલિસી અપડેટ ન કરી હશે તો તમારું અકાઉન્ટ મતલબ વગરનું રહી જશે. જો તમે નવી પ્રાઈવેસી પોલિસી મંજૂર નથી કરી તો કંપની તમારું અકાઉન્ટ ચાલુ રાખશે પણ તમને પોલિસી એક્સેપ્ટ કરવા માટે રિમાઈન્ડર મોકલવાના ચાલુ રાખશે.
સૌ પ્રથમ યુઝર તેમનું ચેટ લિસ્ટ ખોઈ નાખશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, નવી પ્રાઈવસી મંજૂર નહિ હોય કરી તેવા યુઝર થોડા દિવસ બાદ તેમનું ચેટ લિસ્ટ ગુમાવી દેશે. જોકે ઈનકમિંગ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા ચાલુ રહેશે. નોટિફિકેશનમાંથી યુઝર મિસ્ડ કોલ્સને રિસ્પોન્ડ કરી શકશે પરંતુ સમય જતાં ઈનકમિંગ કોલ્સ અને નોટિફિકેશન પણ બંધ થશે. જે યુઝર્સે મન બનાવી લીધું હોય કે તેઓ નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ નહિ જ કરે તેવા યુઝર્સ તેમની ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરી શકે છે.
છેલ્લે કંપની તમારું અકાઉન્ટ ઈનએક્ટિવ કરશે
જો યુઝર લાંબા સમય સુધી પણ નવી પોલિસી મંજૂર નથી કરતો તો કંપની તેમનું અકાઉન્ટ ઈનએક્ટિવ કરી નાખશે. જોકે કંપની દ્વારા આ તમામ એક્શન ક્યારે લેવામાં આવશે તે અંગે કોઈ પણ પ્રકારની ડેડલાઈન જાહેર કરવામાં આવી નથી.
શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
કંપનીની નવી પ્રાઈવેસી પોલિસી અનુસાર કંપની તેની સર્વિસને ઓપરેટ કરવા માટે તમારા વ્હોટ્સએપના જે પણ કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ થાય તેને ક્યાંય પણ ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સે આ પોલિસી મંજૂર કરવી જ પડશે, નહિ તો તેમનું અકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021ના રોજ લાગુ થવાની હતી. પરંતુ વધતા તેને કંપનીએ પાછી ઠેલવી હતી. હવે ફરી કંપનીએ તેની તારીખ લંબાવી છે. જોકે કંપની હજુ પણ યુઝર્સને નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવા માટે નોટિફિકેશન મોકલી રહી છે.