દિલ્હી હાઇકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના વિરોધની અરજી કરી રદ, અરજદારને 1 લાખનો દંડ ફટકાર્યો

કોરોના મહામારીના સમયમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવા માટે એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આજે આ અરજી પર નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને સખત ફટકાર લગાવતા કહ્યું કે નિર્માણ કાર્યને નહીં અટકાવી શકાય મુખ્ય જજ ડી.એન. પટેલ અને જજ જ્યોતિ સિંહની ખંડપીઠે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમિયાન આ પ્રોજેક્ટ અટકાવવાની માગણી કરતી અરજીને રદ કરતા કહ્યું કે અરજી કોઈ હેતુ માટે ‘પ્રેરિત’ હતી અને ‘વાસ્તવિક જનહિતની અરજી’ નહીં હતી.
કોર્ટે કહ્યું કે શાપુરજી પાલનજી જૂથને આપેલા કરાર હેઠળનું કામ નવેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાનું છે અને તેથી તેને ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ. હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવતી અરજીને ફગાવીને અરજકર્તાને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Delhi HC while refuses to stay construction work on says as the workers are staying on site, no question of suspending the construction work arises. The concern DDMA order in question nowhere prohibits construction work

અરજદારોએ કોરોનાને આધાર બનાવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાની માગણી કરી હતી. વાસ્તવમાં કોરોનાની બીજી વેવજે જોતા વિપક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિરોધ પક્ષે કોરોના કાળ દરમિયાન બાંધકામનું કામ બંધ રાખવાની સરકાર પાસે માંગ કરી હતી, પરંતુ બાંધકામ બંધ કરાયું નહીં. ત્યારબાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં આ કામ પર રોક લગાવવા માટે અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો.

અદાલતમાં અરજદારે કોરોના રોગચાળાને આધાર બનાવીને આ પ્રોજેક્ટ રોકવા માટે અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં હાઇકોર્ટે પ્રોજેક્ટના બાંધકામને રોકવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું કે તે રાષ્ટ્રીય મહત્તાને લગતો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આ પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *