Google Photos ને લઈને તમે હાલમાં ઘણું બધું વાંચ્યું હશે જેમ કે 1 જૂનથી ફ્રી ફોટોઝ અપલોડ નહીં કરી શકશો. પરંતુ વાત માત્ર એટલી જ નથી કારણ કે 1 જૂનથી વધારે અસર GMAIL યુઝર્સ પર પડશે
પ્રથમ વસ્તુ તો એ છે કે જો તમે તમારા ફોટોઝનું બેકઅપ લેવા માટે Google Photos યુઝ કરો છો તો તે આવતી કાલથી ફ્રી નહીં રહે. બીજી વસ્તુ એ છે કે તમારે એ સમજવું પડશે કે Google Photos કેટલા પ્રકારથી ફોટોઝ અને વીડિયો અપલોડ થાય છે.
Google Photosમાં ત્રણ પ્રકારથી ફોટોઝ અને વીડિયો અપલોડ કરવામાં આવે છે. તેમાં હાઈ ક્વોલિટી, એક્સપ્રેસ ક્વોલિટી અને ઓરિજિનલ ક્વોલિટી છે. હાઈ અને એક્સપ્રેસ ક્વોલિટી હજી સુધી ફ્રી છે પરંતુ ઓરિજિનલ ક્વોલિટી માટે હવે પૈસા ચૂકવવા પડશે. કાલથી શું બદલાશે?
કાલથી તમારે ત્રણેય ક્વોલિટીના ફોટોઝ અથવા વીડિયો માટે પૈસા આપવા પડશે. કેટલા પૈસા ચૂકવવા પડશે અને કયા કયા પ્રકારના પ્લાન છે તેની માહિતી આગળ આપીશું. તે પહેલા એ જાણી લઈએ કે તમને શું શું મળે છે.
જો તમારું GMAIL અકાઉન્ટ છે તો તમને 15 GBની સ્પેસ મળશે. આ સ્પેસ માત્ર ફોટોઝ કે વીડિયો અપલોડ કરવા માટે નથી પરંતુ આ જ સ્પેસમાં બધુ શામેલ છે એટલે કે તમારા GMAIL, Google Drive ના ફોટોઝ અને Google Photos પર અપલોડ કરેલા ફોટોઝ અથવા વીડિયો. એવામાં હાર્ડકોર સ્માર્ટફોન યુઝર્સને વધુ સ્પેસ નહીં મળે. પહેલાથી બેકઅપ કરેલા ફોટોઝનું શું થશે? ચાલો તો એ પણ જાણી લઈએ.
વાસ્તવમાં Google એ તેના માટે લોકોને થોડી રાહત આપી છે. 1 જૂન પહેલા તમારા જેટલા પણ ફોટોઝ કે વીડિયો સ્ટોર છે તેમાં કોઈ પણ બદલાવ કરવાની જરૂરિયાત નહીં પડે કારણ કે Google અનુસાર તે 15GB સ્પેસમાં કાઉન્ટ નહીં થશે. એટલે કે તમારા જૂના ફોટોઝ જેમ છે એમ રાખી શકાશે અને ગમે ત્યારે યુઝ કરી શકાશે.
Google Photos ના પ્લાન વિશે વાત કરીએ તો તેમાં માસિક અને વાર્ષિક પ્લાન છે. 100 GB માટે 149 રૂપિયા માસિક અથવા 1499 રૂપિયા વાર્ષિક આપવા પડશે. 200 GB માટે 219 રૂપિયા માસિક અથવા 2199 રૂપિયા વાર્ષિક આપવા પડશે. 2 TB સ્પેસ માટે માસિક 749 રૂપિયા અને વાર્ષિક 7500 રૂપિયા આપવા પડશે.