આજકાલના ડિજિટલ જમાનામાં પ્રેમ પણ ઈન્ટરનેટ પર થવાનો શરૂ થઈ ગયો છે. આજ કારણ છે કે કપલ્સ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને ટકાવી શકે છે. ઈન્ટરનેટ મારફતે 24 કલાક એકબીજા સાથે કનેક્ટ રહીને કપલ્સ માત્ર પ્રેમ વ્યક્ત નથી કરતા પરંતુ દૂર રહીને પણ એકબીજા સાથે જોડાયેલા રહે છે. જોકે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિના કારણે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પણ ઘણાં પ્રોબ્લેમ આવી રહ્યા છે.
આસપાસના નકારાત્મક માહોલના કારણે કપલ્સ એકબીજાથી દૂર રહીને એકબીજાની વધુ ચિંતા કરી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો અમે તમને કેટલીક ખાસ ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જે તમને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં ખૂબ કામ લાગશે.
નાની અને મીઠી વાતો
હંમેશા કપલ્સ ફોન પર લાંબી-લાંબી વાતો કરતા હોય છે પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે, તેમાં કલાકો લાંબી વાતોના સ્થાને થોડા થોડા કલાકો બાદ નાની-નાની વાતો કરવી જોઈએ. પોતાના પાર્ટનર સાથે મીઠી મીઠી વાતો કરવી જોઈએ. આ સમય પાર્ટનર સાથે મુશ્કેલીઓ શેર કરવાનો નથી પરંતુ ખુશી શેર કરવાનો છે, જેથી બંને બાજુ પોઝિટિવિટી આવી શકે.
વધુ વિચારવું અને ચિંતા કરવું યોગ્ય નથી
કપલ્સ આવા સમયમાં હંમેશા એકબીજાની ચિંતા કરતા હોય છે પરંતુ એકબીજાની વધુ પડતી ચિંતા કરવી યોગ્ય નથી. ચિંતાના કારણે તમે ઓવર થિન્કિંગ કરવા લાગો છો જે તમારા અને તમારા પાર્ટનર માટે નુકસાનકારક હોઈ શકે છે. વધુ ચિંતા કરીને તમારા મગજમાં નકારાત્મક વિચારો આવી શકે છે.
કામમાં વ્યસ્ત રહો
કદાચ આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે પરંતુ આ સમય પાર્ટનરને થોડો સમય ઓછો આપી પોતાના કામમાં બિઝી રહેવાનો છે. આમ કરવાના કારણે તમારો પાર્ટનર તમને વધુ મિસ કરશે અને જ્યારે તમારી વાત થશે ત્યારે વધુ પ્રેમ છલકાશે.