‘ટેલીવિઝન સીરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર એક્ટર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર ખોટા છે. રવિવારે સોશિયલ મીડિયામાં દિવસભર તેમના નિધનના સમાચારની અફવા ઉડી રહી હતી. ત્યાર બાદ સાંજે તમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એક ટ્વીટ કરીને તેમના સકુશળ હોવાની જાણકારી આપી હતી અને ખોટી અફવાઓ ન ફેલાવવા માટે અપીલ કરી હતી.
પોતાની ટ્વીટ માં કૌસ્તુભે લખ્યું, ‘પ્રિય સર્વજન, મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને સુરક્ષિત છે. હું અનુરોધ કરું છું કે ‘ખોટી અફવા ફેલવવાનું બંધ કરો અને મહેરબાની કરી તેમના સકુશળ હોવાની ખબર ફેલાવો. આભાર.’
Dear all my uncle Arvind Trivedi lankesh is all good and safe. Stop spreading fake news it is request. Now please spread this. Thanks pic.twitter.com/XvmGnCPNy5
— Kaustubh b trivedi (@KaustubhbB) May 3, 2020
રવિવારે દિવસે અરવિંદ ત્રિવેદીએ પણ કરી હતી ટ્વીટ
આ પહેલા રવિવારે બપોરે જ અરવિદ ત્રિવેદીએ પણ એક ટ્વીટ કરતા ‘શ્રી કૃષ્ણ’ સીરિયલમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર સર્વદમન બેનર્જીનું સોશિયલ મીડિયામાં સ્વાગત કરતા એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું, ‘જય શ્રી કૃષણ. સ્વાગત છે તમારું.’
जय श्री कृष्णा ।।।
स्वागत है आपका@SarvadamanKShna #krishnaontwitter https://t.co/gWtPXvgO1C— Arvind Trivedi (@TrivediRavana) May 3, 2020