“બુરા વક્ત હંમેશાં અપનો કી પહેચાન કરવાતા હૈ”. કોરોના મહામારીના કપરા સમયે લોકોને સંવેદના અને જીવનના ખાટા મીઠા અનુભવોનો પણ પરિચય કરાવ્યો છે. કડવી છતાં વાસ્તવિકત એવી આ બાબત કોરોના મહામારીમાં સમયમાં કાર્યરત ફ્રન્ટલાઇન વોરીયર્સ એવા હોસ્પિટલના કમર્ચારીઓ માટે રોજબરોજની બની રહી છે.
કોરોના મહામારીમાં કોરોના સંક્રમિત થવાથી સારવાર માટે દાખલ તથા નાના બાળકથી માંડીને મોટેરાઓ સુધીના સૌ કોઈ ઘરથી દૂર થવાથી એકલતા અનુભવતા હોય છે. આવા સમયે સૌની એક માત્ર આશ પ્રેમ અને હૂંફની હોય છે.
પીડીયુ સવીલ કોવીડ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત એવા જયાબેન અજાણી કે જેઓ એ જીવનના 6 દાયકા વિતાવી ચૂક્યા છે. એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ એવા જયાબહેનની સારવાર ડો. રાજેન્દ્ર ચૌહાણ અને ડો. શહેનાઝ મલીક કરી રહ્યા છે. ઘરથી દૂર લાંબો સમય રહેવાને કારણે તેઓ એકલતા અને મુંઝવણ અનુભવતા હતા. જીવનના ઉત્તરાર્ધમાં જીવન પ્રત્યે નિરાશા અનુભવતા જયાબહેનને આવા સમયે પોતિકાપણાની હૂંફ આપવા દિકરી જેવી એટેન્ડન્ટ હેમાંગી ચૌહાણનો સધિયારો પ્રાપ્ત થયો છે.
હેમાંગી ચૌહાણની હૂંફ અને લાગણીથી જયાબહેનમાં ચેતનાની નવી ઉર્જાનો સંચાર થયો છે. સ્વસ્થતા માટે માત્ર દવા નહીં પ્રેમ અને હૂંફની પણ એટલી જ જરૂર હોય છે. આવા આંખોને ઠારે તેવા અનેક દૃશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલનમાં જોવા મળ્યા છે. કોરોનાના દર્દીઓને સારવારની સાથે માનસિક સધિયારો આપવાની આ તપશ્ચર્યામાં સરકારી હોસ્પિટલના તબીબો અને નર્સબહેનો સહિત હેમાંગી ચૌહાણ જેવી દયાની દેવીઓએ ક્યારેય પાછીપાની કરી નથી. માનવીય સંવેદનાને ઝંકૃત કરતા આવા પ્રસંગોની સાક્ષી બનતી હેમાંગી ચૌહાણ જેવી દયાની દેવીઓને સો સો સલામ