ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં શામેલ છે. ફોર્બ્સની 2020ની યાદી અનુસાર વિરાટ દુનિયાના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં એકમાત્ર ક્રિકેટર છે પરંતુ જ્યારે વાત આવે છે ક્રિકેટ ટીમના કેપ્ટનોની સેલરીની તો અહીં વિરાટ ટોચ પર નથી.
એક નવી રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સેલરી ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટની છે. આ લિસ્ટમાં વિરાટ બીજા ક્રમ પર છે. ઓસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવરના કેપ્ટન એરોન ફિન્ચ અને ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન સંયુક્ત રીતે આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.
જો રૂટ – ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન જો રૂટ સૌથી વધુ સેલરી મેળવતા કેપ્ટનોની યાદીમાં પ્રથમ ક્રમે છે. એક પ્રચલિત વેબસાઈટ અનુસાર ECB ટેસ્ટ કોન્ટ્રાક્ટ અંતર્ગત ગ્રેડ A વાળા ખેલાડીઓને લગભગ 7.22 કરોડ રૂપિયા સેલરી આપવામાં આવે છે. જો રૂટ ઉપરાંત ટેસ્ટના A ગ્રેડ કોન્ટ્રાક્ટમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પણ છે.
વિરાટ કોહલી – ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીને BCCI દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. તે બોર્ડના A ગ્રેડ કોન્ટ્રાક્ટમાં આવે છે. કોહલી ઉપરાંત આ લિસ્ટમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ શામેલ છે. આ બંને ખેલાડીઓને પણ BCCI દ્વારા વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે.
ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ અને ટિમ પેન સૌથી વધુ કમાણી કરતા કેપ્ટનોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. આ બંને ખેલાડીઓની વાર્ષિક સેલરી 4.8 કરોડ રૂપિયા છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમન કેપ્ટનડીન એલ્ગર વાર્ષિક 3.2 રૂપિયા સેલરી સાથે ચોથા સ્થાન પર છે.