ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઉચ્ચતમ બેટ્સમેન હોવાની સાથે જ વિશ્વના સૌથી ફીટ ક્રિકેટરોમાંથી એક છે. કોહલીએ ટીમ ઇન્ડિયામાં ફિટનેસની વ્યાખ્યા જ બદલી નાખી છે. વિરાટ કોહલી માત્ર પોતાને જ નહીં પરંતુ પોતાની આખી ટીમને ફીટ જોવા માગે છે.
વિરાટ કોહલી જીમના ખૂબ વર્કઆઉટ કરે છે. ક્રિકેટના મેદાન પર તેની ફિટનેસ જોવાલાયક હોય છે, પછી ફિલ્ડીંગ હોય કે રનિંગ, કોહલી બાકીના પ્લેયર્સથી ખૂબ અલગ છે. ફીટ રહેવા માટે કોહલી એક્સરસાઈઝ ઉપરાંત પોતાની ડાયેટ પર પણ ખૂબ ધ્યાન આપે છે.
It’s all about the process. Intensify your training with those quick and explosive movements 💥
Cop the #one8 LQDCELL Method on https://t.co/aTY0dEecCS
Collection link here https://t.co/5kc3xzyPyA @one8world @pumacricket pic.twitter.com/bld9FDRX5n— Virat Kohli (@imVkohli) December 7, 2020
વિરાટ કોહલીની ડાયેટમાં કઈ વસ્તુઓ શામેલ થાય છે તેની જાણકારી વિરાટે પોતે જ આપી છે. વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબ માટે એક સેશન રાખ્યો હતો, જેમાં તેણે પોતાની ડાયેટ વિશે જાણકારી આપી હતી. કોહલીએ આ સેશન મુંબઈમાં એક હોટલમાં ક્વોરનટાઈન દરમિયાન રાખ્યો હતો. જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ ટૂર પર જવા પહેલા વિરાટ કોહલી ઉપરાંત અન્ય ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ ક્વોરનટાઈન છે.
આ સેશન દરમિયાન એક ફેનએ વિરાટને તેની ડાયેટ વિશે પૂછ્યું હતું. તેનો જવાબ આપતા કોહલી એ કહ્યું, ‘ઘણા બધા શાકભાજી, ઈંડા, બે કપ કોફી, દાળ, પાલક, ઢોસા પણ, પરંતુ બધું સંતુલિત માત્રામાં.’ કોહલી બાદમ, પ્રોટીન બાર અને ક્યારેક ક્યારેક ચાઈનીસ ફૂડ પણ લે છે.
No rest days. From here on its all about speed #IPL pic.twitter.com/ULkpYmO1uI
— Virat Kohli (@imVkohli) March 29, 2021
આ બધી વસ્તુઓ વિરાટને ફીટ અને ફૂર્તીલો બનાવે છે. જણાવી દઈએ કે વિરાટે ટીમ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કાર્ય બાદ પોતાની અંદર ગજબનો બદલાવ કર્યો છે અને એવું ફિટનેસનું સ્ટેન્ડર્ડ સેટ કર્યું છે જે યુવા પ્લેયર્સ માટે એક પ્રરણારૂપ છે.
વિરાટ કોહલીને છોલે ભટૂરે ખૂબ ભાવે છે તે અંગેનો ખુલાસો તેણે એક ઇન્ટર્વ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે જો તેની પાસે ક્યારેક ચીટ ડે હશે, તો તે છોલે ભટૂરે માટે હશે. પણ આવી ગજબની ફિટનેસ હાંસલ કરવા માટે વિરાટે છોલે ભટૂરેથી પણ દૂરી બનાવી લીધી.