લોકડાઉનમાં દારૂની દુકાનો પર ભારે ધસારો જોઈને જો કોઈ એમ કહે કે દારૂ અને દારૂ પીનારાઓ વચ્ચેના અતૂટ સંબંધનો કોઈ અન્ય પર્યાય નથી, તો તેમાં કંઈ ખોટું નથી. લોકડાઉનમાં દારૂની દુકાનોને પરમિશન મળતા જ લોકો એ બતાવ્યું કે તેમની અને દારૂની વચ્ચે કોઈ ત્રીજો ન આવી શકે.
એમ જ કંઈક દારૂ અને દારૂ પીનારાઓના કિસ્સાઓ નથી બની જતા. દારૂની ચાહત માણસને કઈ હદ સુધી દોરી જઈ શકે છે તે હાલમાં નૈનિતાલમાં જોવા મળ્યું. મંગળવારે નૈનિતાલમાં દારૂની દુકાનોની બહાર જે જોવા મળ્યું તે દેશભરમાં ચર્ચાણો વિષય બન્યો છે.
નૈનિતાલમાં દારૂનું વળગણ એવું હતું કે ભારે વરસાદ અને કરા પડ્યાની વચ્ચે લોકો જિલ્લાના મોલ રોડ ઉપરની એક દારૂની દુકાનની બહાર દારૂ ખરીદવા માટે પોતાનો નંબર આવવાની રાહ જોઈને ઉભા રહેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે લોકો આવા ભયંકર વાતાવરણમાં પોતાના ઘરોમાં રહે છે.
Uttarakhand: Shoppers brave hailstorm to buy liquor at a shop on Mall Road in Nainital today. #CoronavirusLockdown pic.twitter.com/lvU2K1HT2c
— ANI (@ANI) May 5, 2020
વરસાદમાં પણ દારૂપ્રેમીઓ છત્રી લઈને ઉભા હતા અને પોતાની જગ્યાએથી ટસથી મસ નહીં થયા હતા. એક રસપ્રદ બાબત એ છે કે આવા વાતાવરણમાં પણ લોકોને દારૂ લેવા માટે કોઈ ઉતાવળ ન હતી. લોકો વરસાદમાં પણ આરામથી પોતાનો વારો આવવા માટે રાહ જોતા જોવા મળ્યા હતા.
આ વીડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને ખૂબ વાયરલ થઇ રહ્યો છે.