ઈંડાને લઈને ટ્રોલર્સના નિશાના પર આવેલા કોહલીએ આપ્યો આ જવાબ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી થોડા દિવસો આપેલા એક નિવેદનના કારણે ચર્ચામાં છે. આ નિવેદનના કારણે ટ્વીટર પર યુઝર્સ કોહલીને ટ્રોલ કરી રહ્યા હતા. કોહલીએ તાજેતરમાં તેના ડાયેટ વિશે વાત કરી હતી. ઇંડા પણ તેના આહારમાં શામેલ છે, એમ તેણે જણાવ્યું હતું. ત્યારબાદ તે ટ્વીટર યુઝર્સના નિશાના પર આવી ગયો. લોકો કોહલીને ઇંડા ખાનારા શાકાહારી ગણાવી રહ્યા છે. વિવાદ વધતાં વિરાટ કોહલીએ મંગળવારે કોહલીએ ટ્વીટ કરીને લોકોને જવાબ આપ્યો છે કે, ‘મેં ક્યારેય વેગન હોવાનો દાવો નથી કર્યો. હંમેશા શાકાહારી હોવાની વાત કરી છે. ઊંડો શ્વાસ લો અને શાકભાજી (જો તમે ઇચ્છો તો) ખાઓ.’

ક્યાંથી શરુ થયો વિવાદ?

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના એક નિવેદનને લઈને ટ્વીટર પર યુઝર્સના નિશાના પર આવી ગયો. કોહલીએ હાલમાં જ પોતાની ડાયેટ વિશે જણાવ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબનો એક સેશન રાખ્યો હતો જેમાં એક ફેન કોહલીની ડાયેટ વિશે જાણવા માંગતો હતો.

કોહલીએ ફેનના સવાલનો જવાબ આપતા કહ્યું કે ‘ઘણા બધા શાકભાજી, થોડા ઈંડા, 2 કપ કોફી, દાળ, ક્વિનોઆ, ખૂબ પાલક, ઢોસા, પરંતુ બધું સંતુલિત પ્રમાણમાં.’ કોહલીના આ જવાબને લઈને ફેન્સ ટ્વીટર પર તેની પર નિશાનો સાધી રહ્યા છે.

ઘણા લોકોએ કહ્યું કે વિરાટ ઈંડા ખાતો શાકાહારી છે. ઘણા એ સવાલ ઉઠાવ્યા કે જો ભારતીય કેપ્ટન ઈંડા ખાય છે તો પોતાને શાકાહારી કે ગણાવે છે? એક યુઝરે લખ્યું કે કોહલીનો દાવો છે કે તે વેગન છે, પરંતુ પોતાના નવા AMA (Ask Me Anything) સેશનમાં તેને કહ્યું કે તેની ડાયેટમાં ઈંડા શામેલ છે. તે મને પરેશાન કરી રહ્યું છે. એક યુઝરે ટ્રોલ કરતા લખ્યું કે વેગન કોહલીએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ઈંડા નોન-વેજ અંતર્ગત નથી આવતા, તમને વધુ શક્તિ મળે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *